Friday, December 27, 2024
HomeGujaratમોરબીના રફાળેશ્વર નજીક ટ્રકચાલકે હડફેટે લેતા શ્રમિકનું સારવારમાં મોત

મોરબીના રફાળેશ્વર નજીક ટ્રકચાલકે હડફેટે લેતા શ્રમિકનું સારવારમાં મોત

બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર પવનકુમાર બૈજનાથભાઇ મહતો (ઉ.વ.૨૭, ધંધો મજુરી જાતે નુનીયા હીન્દુ રહે. મસ્તીચ થાના દરીયાપુર તા. પારસા જી. છાપરા (સારાન),બીહાર) એ ડમ્પર રજી. નં. જીજે-૩૬-વી-૮૦૮૩નાં ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. તા.૨૪/૦૩/૨૦૨૧ ના બપોરના આશરે ૩ વાગ્યાના અરસામાં ફરીયાદીના ભાઇ રફાળેશ્વર નજીક ઇસ્કોન ચેમ્બર્સમાં આવેલ એક્સીસ બેંન્કના એ.ટી.એમ.માં પૈસા ઉપાડવા માટે ચાલીને રોડ ક્રોસ કરતા હતા ત્યારે મોરબી થી વાંકાનેર જતા સર્વિસ રોડ ઉપર ટ્રક નંબર જીજે-૩૬-વી-૮૦૮૩ વાળુ પુર ઝડપે અને ગફલત ભરી રીતે મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે ચલાવી લાવી ફરીયાદીના ભાઇને ડાબી બાજુ પેટના ભાગે તથા કોણીના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું જ્યારે આરોપી ટ્રકચાલક અકસ્માત સર્જી પોતાનો ટ્રક લઇ નાસી છૂટયો હતો. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી ટ્રકચાલક ને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!