Thursday, March 28, 2024
HomeGujaratમીતાણા નજીક હોટલના ગ્રાઉન્ડમાંથી પાઉડરની આડમાં છુપાવેલ વિદેશી દારૂનો જથ્થો ભરેલ ટ્રક...

મીતાણા નજીક હોટલના ગ્રાઉન્ડમાંથી પાઉડરની આડમાં છુપાવેલ વિદેશી દારૂનો જથ્થો ભરેલ ટ્રક ઝડપાયો

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી જીલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ મોરબી એલસીબી પીઆઈ વી. બી. જાડેજાની સુચનાથી એલસીબી સ્ટાફ ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય દરમ્યાન એલસીબી હેડ.કોન્સ. પૃથ્વીસિંહ જાડેજા, શક્તિસિંહ ઝાલા અને પોલીસ કોન્સ. વિક્રમભાઈ ફૂંગસીયાને બાતમી મળેલ કે મોરબી-રાજકોટ હાઈવે પર મીતાણા ગામની સીમમાં આવેલ શિવ પેલેસ હોટલના ગ્રાઉન્ડમાં ટ્રેલરમાં પાવડરની આડમાં દારૂ છુપાવીને રાખ્યો હોવાની બાતમીના આધારે દરોડો કરતા ત્યાં ટ્રેલર નં. આરજે-૩૬-જીએ-૩૦૯૪ પાર્ક કરેલ હોય જેની તલાસી લેતાં તેમાંથી સફેદ પાવડરની થેલીઓની આડમાં વિદેશી દારૂની બોટલો નંગ ૨૧૦૦ કિં.રૂ.૧૨,૭૭,૪૦૦/- તથા ટેઈલર કિં.રૂ.૧૫,૦૦,૦૦૦/- એમ કુલ મુદામાલ કિંમત રૂ. ૨૭,૮૨,૪૦૦/- સાથે ટેઈલર ચાલક મહેન્દ્રસિંગ ધુકલસિંગ રાવત (રહે-ખોખરી થાણું સેંદડા રાજસ્થાન) વાળાને ઝડપી પાડી માલ મંગાવનાર તથા માલ મોકલનાર લેખરાજસિંગ (રહે-રાજસ્થાન), ટ્રક માલિક રજાક કટાત (રહે રાજસ્થાન) સામે ટંકારા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે

- Advertisement -
- Advertisement -
- Advertisement -

આ કામગીરીમાં એલસીબી પીઆઈ વી.બી.જાડેજા, દિલીપભાઈ ચૌધરી, પુર્થ્વીરાજસિંહ જાડેજા, શક્તિસિંહ ઝાલા, વિક્રમભાઈ ફૂંગસીયા, વિક્રમસિંહ બોરાણા, સહદેવસિંહ જાડેજા અને સતીશભાઈ વામજાએ કરેલ છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!