Friday, October 7, 2022
HomeGujaratમોરબીના ટીબંડી પાટિયા નજીક ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં ૨૧ પાડા ભરેલો ટ્રક ઝડપાયો

મોરબીના ટીબંડી પાટિયા નજીક ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં ૨૧ પાડા ભરેલો ટ્રક ઝડપાયો

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ કે.બી.બોરીચા, ચેતનભાઈ પાટડીયા, બજરંગદળના અધ્યક્ષ પાર્થભાઈ પટેલ, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હીના વૈભવભાઈ પટેલ, ગૌરક્ષક મનીષભાઈ, મહાકાલ ગ્રુપના કીપલભાઈ, ગૌરક્ષક દિનેશભાઈ લોરીયા, ગૌરક્ષક જીતુભાઈ ચાવડા તેમજ વિશ્વ હિન્દુ પરિષદના વિક્રમભાઈ બજરંગ દળના મોરબી જિલ્લા અધ્યક્ષ સહિતના ગૌરક્ષકોની ટીમે આજે સવારે ૬:૩૦ વાગ્યાની આસપાસ મોરબીના ટીબંડીના પાટિયા પાસે વોચ ગોઠવી હતી. તે સમયે કચ્છ તરફથી આવતા જીજે-૦૧-બીવાય-૫૨૯૨ નંબરના આઇસર ટ્રકને રોકીને તલાશી લેતા તેમાંથી ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં ૨૧ પાડા મળી આવ્યા હતા. આથી, ગૌરક્ષકોની ટીમે આ ૨૧ પાડા ભરેલા ટ્રકને આગળની કાર્યવાહી માટે તાલુકા પોલીસને હવાલે કરી આ બનાવ અંગે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!