Friday, December 6, 2024
HomeGujaratટંકારા : ભરૂચમાંથી ચોરાયેલ મોટરસાયકલ સાથે બે ઝડપાયા

ટંકારા : ભરૂચમાંથી ચોરાયેલ મોટરસાયકલ સાથે બે ઝડપાયા

પ્રાપ્ત વિગતો અનુસાર ગત ડિસેમ્બર મહિનામાં ભરૂચથી ચોરેલા બાઇક સાથે હાલ ટંકારા ખાતે રહેતા મૂળ મધ્યપ્રદેશ અને દાહોદના બે શખ્સો ટંકારા પોલીસના ચેકીંગ દરમ્યાન નજરે ચડ્યા હતા. શંકાને આધારે બાઇક પર જઈ રહેલા બન્ને શખ્સોને અટકાવી બાઇકના કાગળો માંગતા બન્ને શખ્સો ગેંગેંફેફે કરવા લાગતા બન્નેને પોલીસ સ્ટેશને લઈ આવી ઇ-ગુજકોપ પોકેટ કોપ એપ.ની મદદથી બાઈકના ચેસીસ નંબરને આધારે મૂળ માલિક અને બાઈકના રજિસ્ટ્રેશન નંબર મળી આવ્યા હતા. જેના આધારે તપાસ કરતા GJ-22-K-6353 નંબરનું આ બજાજ કંપનીનું પ્લસર બાઇક ભરૂચમાંથી ચોરાયું હોવાની 19/12/20ની ફરિયાદ મળી આવી હતી. આથી લસા ખુમસિંહ ગણાવા (ઉ.વ.૨૩, રહે. ડુંગલાવાડી, ખેરીયામાલી ફળિયું, તાલુકો ભાંભોર, જિલ્લો, અલીરાજપુર, મધ્યપ્રદેશ, તથા સવરસિંહ ઉર્ફે રમેશ બચુભાઇ મીનામા (ઉ.વ.૩૩, મૂળ રહે. કળાખૂટ, ખોબરા ફળિયું, નવાનગર, તાલુકો ધાનપુર, જિલ્લો દાહોદ) હાલ બન્ને રહે. સખપર ગામ, તાલુકો ટંકારા વાળાની અટકાયત કરી ભરૂચ સીટી પોલીસ સી.ડિવિઝનમાં જાણ કરી રૂપિયા 61,000/-ની કિંમતનું બાઇક કબ્જે કર્યું છે.

- Advertisement -
- Advertisement -

ઉપરોકત કામગીરીમાં ટંકારા પોલીસના બી.ડી.પરમાર (પો. સબ.ઇન્સ ટંકારા પો.સ્ટે) તથા એ.એસ આઈ ફારૂકભાઇ, સર્વેલન્સ સ્કોડના અનાર્મ પો. હેડ.કોન્સ નગીનદાસ જગજીવનદાસ નીમાવત, વિજયભાઇ નાગજીભાઇ બાર, અંબાપ્રતાપસિંહ પ્રવિણસિંહ જાડેજા, કિશોરદાન ગંભીરદાન ગઢવી, અનાર્મ લોકરક્ષક સિધ્ધરાજસિંહ અનીરૂધ્ધસિંહ જાડેજા, પો.કોન્સ વિજયભાઇ ચાવડા, પો.કો-સ, ખાલીદખાન સહિતનો પોલીસ સ્ટાફ રોકાયો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!