1100 તુલસીના રોપા, માંજરનું વિનામૂલ્યે વિતરણ તથા આયુર્વેદ વસ્તુઓનું પ્રદર્શન અને ગીતાના શ્લોકનું પઠન તેમજ વૈદિક યજ્ઞ યોજાયો
મોરબી : પ્રભુ ઈશું ખીસ્તીના જન્મ દિવસ રૂપે આજે વિશ્વભરમાં નાતાલ એટલે ક્રિસમસની ઉજવણી કરવામાં આવી છે. જો કે ક્રિસમસની પશ્ચિમી સંસ્કૃતિને અનુરૂપ જ ઉજવણી કરવાની લોકોમાં હોડ જામી છે. ત્યારે મોરબીના સાર્થક વિદ્યામંદિર સંકુલ દ્વારા નાતાલની તુલસી દિવસ તરીકે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ ઉજવણી કરવાનું પ્રેરણાદાયી કાર્ય હાથ ધરાયુ હતું.
મોરબીના સામાકાંઠે આવેલ સાર્થક વિદ્યામંદિર સંકુલ દ્વારા આજે નાતાલની ભરાતીય પરંપરા મુજબ ઉજવણી કરવાનું આયોજન કરીને પ્રભુ ઈસુ ખીસ્તીના જન્મદિનને તુલસી દિવસ તરીકે ઉજવ્યો હતો. જેમાં નાતાલની તુલસી દિવસ તરીકે ગરિમાસભર ઉજવણી કરવામાં આવી હતી અને ઘરે-ઘરે તુલસીના ક્યારાના સંકલ્પને સાર્થક કરવા 1100 તુલસીના રોપા અને માંજરનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. તુલસી દિવસની ઉજવણીની સાથે ગીતા જયંતિ અને મોક્ષદા એકાદશીના ત્રિવેણી સંગમને ધ્યાને લઈને ગીતાનું પૂજન, ગીતાના 18 અધ્યાયનું પઠન અને વૈદિક યજ્ઞ કરવામાં આવ્યો હતો. વિવિધ વિષયો તેમજ આયુર્વેદિક અને પ્રાકૃતિક વસ્તુઓની પ્રદર્શની ગોઠવવામાં આવી હતી. આ રીતે નાતાલની ભરાતીય પરંપરા પ્રમાણે સાર્થક ઉજવણી કરવામાં આવી હતી.