કોરોનાની સંભવિત ત્રીજી લહેરના ખતરાને ટાળવા મોરબી જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્રએ પણ કામગીરીના વાઘા સજાવી લીધા છે ત્યારે રાજ્યની માફક મોરબી જિલ્લાનાં ૧૫ થી ૧૮ વર્ષનાં તરુણો અને તરુણીઓને કોરોના પ્રતોરોધક વેકસીન આપવા અંગે નક્કર આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે અને આગામી સોમવારથી વેકસીન આપવામાં આવશે.
મોરબી જિલ્લાના તરુણોને તા. ૦૩/૦૧/૨૦૨૨ થી કોરોના વેકસીન ( કોવેકસીન ) આપવાની શરૂઆત કરાશે. હાલ જિલ્લામાં આશરે કુલ ૪૧૭૪૯ યુવાનો અને યુવતીઓને કોરોના વેકસીન ( કોવેકસીન ) આપવા આયોજન કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે રક્ષણનાં ભાગ રૂપે અને કોરોના થી બચવા માટે કોરોના રસીકરણ કરાવવું ખુબજ અગત્યનું છે . સરકારની સૂચના અનુસાર ગુજરાત રાજયમાં ૧૫ થી ૧૮ વર્ષ સુધીની ઉંમર ધરાવતા યુવાનો અને યુવતીઓ ને કોરોના વેકસીન ( કોવેકસીન ) આપવા માટેનું આયોજન કરેલ હોય તેમના અનુસંધાને મોરબી જીલ્લામાં પણ યુવાનો અને યુવતીઓને કોરોના વેકસીન ( કોવેકસીન ) આપવાની શરૂઆત કરવામા આવશે . જેમાં શીક્ષણ વિભાગ પાસેથી મળેલ માહિતી મુજબ ૧૫ થી ૧૮ વર્ષ સુધીની ઉમર ધરાવતા અને શાળા / કોલેજ માં અભ્યાસ કરતા મોરબી તાલુકામાં કુલ ૧૮૧૯૦ માળીયા તાલુકામાં ૧૬૩૦ વાંકાનેર તાલુકામાં ૭૨૮૮ , ટંકારા તાલુકામાં ૫૬૭૦ , તથા હળવદ તાલુકામાં ૮૯૭૧ આમ જીલ્લાના આશરે કુલ ૪૧૭૪૯ યુવાનો અને યુવતીઓને કોરોના વેકસીન ( કોવેકસીન ) આપવા માટે મોરબી જિલ્લામાં આયોજન કરેલ છે . ૧૫ થી ૧૮ વર્ષ ના યુવાનો અને યુવતીઓ ને કોવેક્સિન નો પ્રથમ ડોઝ આપવાની કામગીરી તા. ૩ થી ૭ , જાન્યુઆરી ૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે.
જે સ્કુલો કે કોલેજ માં ૧૫ થી ૧૮ વર્ષ સુધીની ઉંમર ધરાવતા યુવાનો અને યુવતીઓ અભ્યાસ કરે છે તે દરેક સ્કુલો અને કોલેજમાં જ રસીકરણ કરશે. ઉપરાંત શાળા કે કોલેજમાં અભ્યાસ ન કરતા હોય તેવા ૧૫ થી ૧૮ વર્ષ નાં યુવાનો અને યુવતીઓ પણ આધાર કાર્ડ કે પાસપોર્ટ દ્વારા નજીક ની શાળા કે કોલેજો કે આરોગ્ય સંસ્થાનાં કોવેક્સીન રસીકરણ સેશન માં રસી મેળવી શકશે. તો જિલ્લાના તમામ યુવાનોને રસીકરણ અંગે મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારિયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધીકારી ડો . જે.એમ.કતીરા તેમજ જિલ્લા આર.સી.એચ. અધીકારી ડો . વિપુલ કારોલીયા સાહિતનાઓએ અનુરોધ કર્યો છે.