Thursday, April 25, 2024
HomeGujaratમોરબી જિલ્લા માં આજે એક વિદ્યાર્થીની સહિત નવા ચાર કોરોના પોઝિટિવ કેસ...

મોરબી જિલ્લા માં આજે એક વિદ્યાર્થીની સહિત નવા ચાર કોરોના પોઝિટિવ કેસ નોંધાયા:કુલ 16 એક્ટિવ કેસ

મોરબી માં દિવસે ને દિવસે કોરોના  પોઝિટિવ કેસ નો આંકડો વધી રહ્યો છે જેમાં આજે નાલંદા વિધાલય માં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માં અભ્યાસ કરતી 16 વર્ષ ની વિદ્યાર્થીની ને આજે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તથા નવયુગ વિદ્યાલય માં પોઝિટિવ આવેલ વિદ્યાર્થીઓ ના સંપર્ક માં આવેલ અન્ય એક વિદ્યાર્થી ને પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે અને ગઈકાલે  પોઝિટિવ આવેલ 53 વર્ષીય મહિલા ના પતિ નું પણ સેમ્પલ લેવામાં આવ્યું હતું જેનો પણ આજે રિપોર્ટ પોઝિટિવ આવેલ છે .

મોરબી શહેરી વિસ્તાર માં અન્ય એક 22 વર્ષ ના યુવાન ને પણ આજે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
મોરબી ના ટંકારા ની નાલંદા વિધાલય માં પોઝિટિવ કેસ મળતા આરોગ્ય વિભાગ દ્વારા 130 જેટલા વિદ્યાર્થીઓ ના સેમ્પલ લેવામાં આવ્યા છે .
આમ કુલ મળી ને  આજે મોરબી જિલ્લા માં કોરોના ના નવા ચાર કેસ નોંધાયા છે અને જેથી મોરબી માં હવે એક્ટિવ કેસ નો આંકડો 16 સુધી પહોંચી ગયો છે.
- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!