હળવદ શહેર યુવા ભાજપ, બજરંગ દળ હળવદ પ્રખંડ, એબીવીપી હળવદ દ્વારા તેમજ પાટિયા ગ્રુપ હળવદના સૌજન્યથી આવતીકાલે તા ૩૦ ને શુક્રવારે સવારે ૯ થી બપોરે ૧ કલાકે શ્રી વૈજનાથ મહાદેવ, સરા ચોકડી હળવદ ખાતે રક્તદાન કેમ્પ યોજાશે. કોરોના વેક્સીનેશન અભિયાન અંતર્ગત તા. ૦૧ થી ૧૮ વર્ષથી ઉપરના નાગરિકોને રસી આપવાનું શરુ થનાર છે અને રસી લેનાર યુવાનો બાદમાં એક માસ સુધી રક્તદાન કરી શકે નહિ જેથી લોહીની અછત ના ઉભી થાય તેવા શુભ હેતુથી શુક્રવારે રક્તદાન કેમ્પ યોજાશે જેમાં યુવાનોએ મોટી સંખ્યામાં રક્તદાન કરવા અપીલ કરી છે.









