મોરબીમાં ગઈકાલે એક મહિલાએ આપઘાત કાર્યની ઘટના સામે આવી છે. જેમાં મોરબીની એક મહિલાએ બિમારથી કંટાળી પોતાના હાથ-પગમાં ચેકા મારી પોતાના ઘરની અગાસી ઉપરથી મોતની છલાંગ લગાવી હતી. જેનું રાજકોટમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર, મોરબીનાં લાલપર ગામ ખાતે રહેતી મિતલબેન સંજયભાઇ પરમાર નામની પરણિતાએ ગત તા-૦૩/૧૨/૨૦૨૩ ના રોજ બપોરના સમયે પોતાના ઘરે બિમારીથી કંટાળીને પોતાની જાતે બંન્ને હાથ તથા ગળામા કાપા મારીને ઇજાઓ પહોચાડીને પોતાના ઘરની અગાસી ઉપરથી જમીન ઉપર કુદકો મારી બંન્ને પગમા ઇજા પહોચાડતા તેઓને પ્રથમ સારવાર અર્થે મોરબીની સમર્પણ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તેની હાલત નાજુક જણાતા તેને વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાતા તેનું ગઈકાલે તા-૦૪/૧૨/૨૦૨૩ ના રોજ સારવાર દરમ્યાન મોત નિપજતા ફરજ પરના ડોક્ટરે મહિલાને મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.