માળીયા(મી)-જામનગર હાઇવે ઉપર રાસંગપર ગામના પાટીયા પાસે કાર ચાલકે પોતાની કાર પુરપાટ ઝડપે અને બેદરકારીરીતે ચલાવી પગપાળા ચાલીને જતી રાહદારી મહિલાને પાછળથી જોરદાર ટક્કર મારતા મહીલાને પગમાં, થાપાના ભાગે ફ્રેકચર તથા ગળાના ભાગે ઈજાઓ પહોંચી હતી. ત્યારે ઈજાગ્રસ્ત મહિલાના પતિ દ્વારા માળીયા(મી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર-ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ માળીયા(મી)માં જુના રેલ્વે સ્ટેશન પાસે રહેતા રસુલભાઇ જુમાભાઇ સમાણી ઉવ.૫૨ એ આરોપી અલ્ટો કાર રજી.નં. જીજે-૦૭-એઆર-૨૧૩૮ના ચાલક વિરુદ્ધ માળીયા(મી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે ગત તા.૧૮/૦૩ ના રોજ રસુલભાઈ તથા તેમના પત્ની રોશનબેન રાસંગપર ગામના પાટીયા પાસે પાણીનો નળ આવેલો છે ત્યાં કપડાં ધોવા ગયા હતા જ્યાંથી કપડાં ધોઈ રોડની સાઈડમાં પગપાટા ચાલીને પોતાના ઘરે પરત જતા હોય ત્યારે અલ્ટો ગાડી નંબર જીજે-૦૭-એઆર-૨૧૩૮ વાળી પુરઝડપે અને ગફલતભરી રીતે પોતાની તથા બીજાની જીંદગી જોખમાઇ તે રીતે ચલાવી રસુલભાઈના પત્ની રોશનબેનને પાછળથી ટકકર મારી શરીરે પગમા ઘુટણથી નીચે, પગમા પંજા થી ઉપરના ભાગે, થાપાના ભાગે તથા મણકાના ભાગે ફેકચર તેમજ ગળાના ભાગે ઇજાઓ પહોચાડયાની ફરિયાદ નોંધાવી હતી.