Thursday, May 9, 2024
HomeGujaratહળવદના નવા ધનાળા પાટીયા પાસે ટ્રેક્ટર અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત: બે...

હળવદના નવા ધનાળા પાટીયા પાસે ટ્રેક્ટર અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત: બે ના મોત

હળવદ હાઇવે જાણે અકસ્માતનું ઘર બની ગયો હોય તે રીતે છાશવારે અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે આજે રાત્રીના સમયે ટ્રેકટર અને બાઈક વચ્ચે થયેલ અક્સ્માત માં એક વ્યક્તિએ ઘટનાસ્થળે તો બીજાએ સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો છે.

- Advertisement -
- Advertisement -

બનાવની મળતી માહિતી મુજબ હળવદના નવા ધનાળા નજીક ટ્રેક્ટર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં રોંગ સાઈડ માં ભૂસુ ભરીને આવતા ટ્રેક્ટર નંબર GJ 36 F5843 સાથે કથા માંથી પરત આવતા મિત્રો ના મોટર સાયકલ નં GJ 13 BB 6855 નો અક્સ્માત સર્જાતા ગોરધનભાઈ રવજીભાઈ કણઝરીયા(રહે.નવા ધનાળા) નુ ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જ્યારે ત્રિભોવનભાઈ નાનજીભાઈ કણઝરીયા(નવા ધનાળા) વાળાને હળવદ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.ત્યાર બાદ તેઓને રિફર કરવામાં આવ્યા હતા પરંતુ વધુ સારવાર મતે તે પહેલાં તેમનુ પણ મોત નિપજયું હતું આ સમાચાર દલવાડી સમાજમાં વાયુવેગે પ્રસરી જતા હળવદ સરકારી હોસ્પિટલ ખાતે દલવાડી સમાજના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.ત્યારે હળવદ પોલીસે પણ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!