ટંકારામાં વધુ એક આકસ્મિક ઘટનામાં મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં કારખાનામાં કામ કરતી વેળાએ મહિલાનો દુપટ્ટો મશીનમા આવી જતા મહિલાને ગળેફાંસો લાગી જતા તેનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર, ટંકારના લજાઇ ગામ ખાતે સ્તિક કારખાનાની ઓરડીમા રહેતી સવિતાબેન રાજુભાઇ મંડોડ નામની પરણિતા ગઈકાલે બપોરના સમયે કારખાનામા મજુરી કામ કરતી હતી. તે દરમ્યાન કામ કરતા મહિલાનો દુપટ્ટો મશીનમા આવી જતા મહિલાને ગળેફાંસો લાગી જતા તેને તાત્કાલિક મોરબી સરકારી હોસ્પીટલમાં સારવારમાં ખસેડવામાં આવી હતી. જો કે મહિલાને પ્રાથમિક સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. જેને લઈ ફરજ પરના ડોક્ટરે મહિલાને તપાસી મૃત જાહેર કરી સમગ્ર મામલે ટંકારા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરવામાં આવી હતી.