મળતી માહિતી અનુસાર ટંકારા તાલુકાના લજાઈ ગામ નજીક આવેલ ક્રિએટિવ પેપર ટ્યુબના કારખાનાની લેબર ઓરડીમાં રહેતા સર્વેશભાઇ વિશ્ર્ણુભાઇ ઉવ-૨૭ કારખાનાની ઓરડીની પારાપેટ ઉપર બેઠો હોય ત્યારે કોઇ કારણોસર શરીરનુ સંતુલન ગુમાવતા પારાપેટ પરથી પડી જતા માથામા શરીરે ઇજાઓ થતા તેની ડેડબોડી અત્રે ટંકારા સરકારી હોસ્પિટલમાં લાવતા ફરજ પરના ડોક્ટરે તેને જોઇ તપાસી મરણ જાહેર કરતા ટંકારા પોલીસે અ.મોત દાખલ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.