મોરબી નીચી માંડલ ગામે સોનેક્સ વિટ્રિફાઇડના કારખાનામાં સ્પ્રે ડ્રાયર વિભાગમાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની હાલ સોનેક્સ સીરામીકની લેબર કોલોનીમાં રહેતા શ્રમિક રાજુભાઇ મોહનભાઇ ડિન્ડોડ ઉવ-૨૫ ગઈકાલ તા-૨૯ માર્ચ ૨૦૨૪ ના રોજ સ્પ્રેડાયર વિભાગમા અકસ્માતે કન્વેયર બેલ્ટમા આવી જતા રાજુભાઈને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જે બનાવમાં તેમનું મૃત્યુ નિપજતા તાલુકા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.