Sunday, December 22, 2024
HomeGujaratવાંકાનેરના વધાસીયા નજીક સીરામીક ફેકટરી કામ કરતી વેળાએ નીચે શ્રમિકનુ મોત

વાંકાનેરના વધાસીયા નજીક સીરામીક ફેકટરી કામ કરતી વેળાએ નીચે શ્રમિકનુ મોત

વાંકાનેરમાં વધુ એક અકસ્માતની ઘટનામાં એક નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર, વાંકાનેરના પલાસડી ગામે રહેતો ગેલાભાઇ શામજીભાઇ ઉધરેજા નામનો યુવક ગત તા.૧૩/૦૧/૨૦૨૩ ના રોજ વધાસીયા G.I.D.C. એકયુટોપ સીરામીકમા પેકીગ વિભાગમા મેળા ઉપર કામ કરતો હતો. ત્યારે અચાનક તેનો પગ લપસતા મેળા ઉપરથી નીચે પડી જતા તેને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જેને લઈ તેને તાત્કાલિક હોસ્પિટલ સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ચાલુ સારવાર દરમિયાન તા.૧૯/૦૧/૨૦૨૩ના રોજ તેનું મોત નિપજતા ફરજ પર હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કરી ટપાલ મારફત વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં બનાવ અંગે જાણ કરી હતી. જેને લઇ પોલીસે અકાળે મોત દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!