મોરબીમાં લગધિરપુર રોડ પર આવેલ મિનરલ્સની ફેક્ટરીમાં લેબર ક્વાર્ટર માં રહેતા એક શ્રમિક એ ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં જ ગળેફાંસો ખાઇ ને જીવન ટૂંકાવ્યુ હોવાનો બનાવ સામે આવ્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ લગધિરપુર રોડ પર આવેલ કેવલ મિનરલ્સ નામની ફેક્ટરીમાં રહેતા રાહુલભાઈ મેઘાભાઇ મુનીયા ઉ.વ.૨૪ વર્ષ રહે. કેવલ મિનરલ્સ નામની ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં, વાળાએ ગત તારીખ ૪ ના રોજ કોઈ કારણોસર લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું છે ત્યારે આ અંગે મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.