મોરબીના વાવડી રોડ પર વર્લી ફિચરના આંકડા લાગી જુગાર રમતા એક આંકડાશાસ્ત્રીને પોલીસે પકડી લીધો હતો. જેની પૂછપરછમાં અન્ય એક ઇસમનું નામ ખુલ્તા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ અંગે જાણવા મળતી વિગત અનુસાર મારબીના નંદનવન-૩ ની એક ઈસમ શંકાસ્પદ હાલતમાં જણાતા પોલીસ દોડી ગઈ હતી. જેની તલાશી લેતા આ મનસુખભાઈ દેવકરણભાઈ ખાણધર (ઉ.વ.૩૮ રહે કારીયા સોસાયટી શેરી નં.૨ વાવડી રોડ મોરબી) નમનો આ ઈસમ આરોપી અંકીત મોચી (રહે સોમૈયા સોસાયટી વાવડી રોડ) સાથે મોબાઇલ ફોનમા એપ્લીકેશનના માધ્યમનથી વર્લી ફિચરના આંકડાઓ લખી જુગાર રમતો હોવાનું માલુમ પડ્યું હતું. આથી પોલીસે જુગારના સાહિત્ય, બે મોબાઇલ તથા રોકડ રૂ.૨૭૫૦ સહિત કુલ રૂ.૧૨૭૫૦ના મુદામાલ સાથે આરોપી મનસુખને પકડી લીધો હતો. અને અંકીતને ફરારી જાહેર કરી તપાસ તેજ બનાવી છે.