Friday, March 29, 2024
HomeGujaratમોરબીની ત્રાજપર ચોકડી પાસેથી ત્રણ પત્તા પ્રેમીઓને ઝડપી પાડયા

મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી ત્રણ પત્તા પ્રેમીઓને ઝડપી પાડયા

મોરબી જિલ્લામાં જુગાર બંદી ડામવા પોલીસે ઠેર ઠેર જુગાર ધામ ઉપર રેડ કરી રહી છે. ત્યારે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે રેડ પાડી ત્રાજપર ચોકડી પાસે જાહેરમાં જુગાર રમતા પત્તા પ્રેમીઓને ઝડપી પાડી ધોરણ સરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ વિગતો અનુસાર ત્રાજપર ચોકડી પાસે જાહેરમાં ત્રણ શખ્સો જુગાર રમી રહ્યાની માહિતી મળી હતી. ત્યારે પોલીસે તાત્કાલિક પગલાં લઈ ઘટના સ્થળે રેડ પાડી હતી. ત્યારે ત્રાજપર ચોકડી પાસે જાહેરમાં જુગાર રમતા મહેશપુરી વેલપુરી ગૈાસ્વામી, અનિલ કેશુ ધંધુકીયા અને સોહિલ બદરૂદિન લાખાણીને જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડયા હતા. પોલીસે રેડ દરમિયાન રૂપિયા ૧૦,૪૫૦ નો મુદ્દામાલ કબ્જે કરી ત્રણેય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!