ઉમેદવારોએ ૨૨મી જુલાઇ સુધીમાં જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે પ્રવેશપત્ર જમા કરાવી દેવાનું રહેશે
સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં અનુસુચિત જાતિની વસ્તી ધરાવતા એક તાલુકા મથક ખાતે યોગ સેમિનારનું આયોજન વિનામૂલ્યે હાથ ધરવામાં આવનાર છે. યોગમાં રસ ધરાવતા અનુસુચિત જાતિના ઉમેદવારોએ જિલ્લા રમત વિકાસ અધિકારીના મોબાઈલ નં. ૮૪૯૦૦૩૯૯૯૯ ઉપર સંપર્ક કરીને યોગ સેમિનાર માટેના પ્રવેશપત્ર મેળવી તેમાં સંપૂર્ણ વિગતો ભરીને તા.૨૨/૦૭/૨૦૨૨ સુધીમાં જિલ્લા રમત વિકાસ અધિકારી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર રૂબરૂ અથવા ટપાલ મારફતે મોકલી આપવાના રહેશે. પસંદ થયેલ ઉમેદવારોને જિલ્લા રમત વિકાસ અધિકારી દ્વારા યોગ સેમિનારનું સ્થળ અને તારીખની જાણ કરવામાં આવશે તેવું જિલ્લા રમત વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.