Monday, June 22, 2026
HomeGujaratજેતપર રોડ ઉપર પોલો સર્કલ પાસે પાણીના ટેન્કરની હડફેટે બાઇક ચાલક યુવકનું...

જેતપર રોડ ઉપર પોલો સર્કલ પાસે પાણીના ટેન્કરની હડફેટે બાઇક ચાલક યુવકનું મોત

મોરબીના બેલા-જેતપર રોડ ઉપર પોલો સર્કલ નજીક પાણીના ટેન્કર અને મોટરસાયકલ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ૨૦ વર્ષીય યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે ટ્રક ટેન્કરના ચાલક સામે ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી-માળીયા હાઈવે નજીક ટીંબડી ગામ પાસે ટ્રાન્સપોર્ટ ઓફિસમાં કામ કરતા ભાનુપ્રતાપ ગણેશભાઈ યાદવ ઉવ.૨૦ મૂળ અજમેર રાજસ્થાન ગત ૧૬ જૂને બિલ્ટી પહોંચાડવા માટે મોટરસાયકલ રજી.નં. આરજે-૨૬-એસએક્સ-૯૫૪૨ લઈને નીકળ્યા હતા. ત્યારે બપોરે પોલો સર્કલ પાસે પાણીના ટ્રક ટેન્કર નંબર જીજે-૧૨-એટી-૭૦૭૩ના ચાલકે બેદરકારીપૂર્વક વાહન હંકારી તેમના મોટરસાયકલને હડફેટે લીધું હતું. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા ભાનુપ્રતાપને પ્રથમ મોરબીની હોસ્પિટલ અને બાદમાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. હાલ મૃતક જે ટ્રાન્સપોર્ટ ઓફિસમાં કામ કરે તેના માલીક વિષ્ણુ ચેતરામ શર્માની ફરિયાદને આધારે મોરબી તાલુકા પોલીસે ટ્રક ટેન્કરના ચાલક સામે ભારતીય ન્યાય સંહિતા તથા મોટર વાહન અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!