મોરબી જિલ્લા પંચાયતના ખેલાડી અને હળવદ તાલુકાના માથક સેજા માં ગ્રામસેવક તરીકે ફરજ બજાવતા અશોક કણજારીયાના મોતથી ક્રિકેટ પ્રેમીઓમાં દુઃખની લાગણી
રાજ્યમાં જુદા જુદા જિલ્લામાં ક્રિકેટ રમતા અથવા રમ્યા બાદ મોત ની ઘટનામાં વધારો થવા જઈ રહ્યો છે ત્યારે મોરબીમાં વધું એક યુવક નું ક્રિકેટ પ્રેક્ટીસ દરમ્યાન મોત નીપજતાં હળવદ પંથકમાં શોકની લાગણી પ્રસરી ચૂકી છે જેમાં દર વર્ષની યોજાતી 31મી સ્વ બળવંત મહેતા ટોફી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન આગામી ૨૬ મી માંચૅ રાજકોટ મુકામે આયોજન કરવામાં આવ્યું છે. જે અનુસંધાને મોરબી જિલ્લા પંચાયત ની ક્રિકેટ ટીમનો પ્રેક્ટિસ કેમ્પ મોરબી પાસે આવેલ લજાઈ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રેક્ટિસ મેચ ચાલી રહ્યો હતો. તે દરમિયાન હળવદ તાલુકાના યુવા ક્રિકેટર પ્રેક્ટિસ દરમિયાન અચાનક વોમીડ અને છાતીમાં દુખાવો ઉપાડતા તાત્કાલિક બાજુની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું અશોકભાઈ.બી.કણઝરીયા હળવદ તાલુકાના માથક સેજા માં ગ્રામસેવક તરીકે ફરજ બજાવતા હતા.તેમના મૃત્યુના સમાચાર મળતા હળવદ ક્રિકેટ પ્રેમીઓમાં શોકનું મોજુ વ્યાપી જવા પામ્યું હતું, હળવદ ક્રિકેટ જગતમાં અશોકભાઈ સારા એવા પ્લેયર હતા.સારા ક્રિકેટરની કાયમી ધોરણે હળવદ ને ખોટ પડી હતી.સાથે સાથે મોરબી જિલ્લા પંચાયત ની ટીમ માં શોકનું મોજું ફરી વળીયુ હતું મોરબી માં ક્રિકેટ રમતા યુવકનું મોત થતાં જ ક્રિકેટ રસિયાઓ માં પણ ભય નો માહોલ જોવા મળી રહ્યો છે કેમ કે મૃતક હળવદ નાં માંયાપુર ગામના અશોક કંઝારીયા નું ક્રિકેટ રમતાં જ મોત થયું હતું કે રોજિંદા ક્રિકેટ રમતા હતા જેનું અચાનક જ હાર્ટ એટેક આવતા સારવાર મળે એ પહેલા જ મોત નિપજ્યું હતું જેના ભાગ રૂપે
ગુજરાત સરકારના પંચાયત ગૃહ ગામ નિર્માણ ગ્રામ વિકાસ દ્વારા આગામી 26 થી 31 માર્ચ દરમ્યાન યોજાનાર સ્વ.બળવંત રાય મહેતા નાં સ્મરણાર્થે ક્રિકેટ ટુર્નામેન્ટ પણ રદ કરી 15 એપ્રિલ નાં રોજ રખાઈ છે સાથે જ મેડિકલ ટેસ્ટ કર્યા બાદ જ ક્રિકેટમાં ઉતારવા જીલ્લા વિકાસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.