Friday, April 26, 2024
HomeGujaratમોરબી તાલુકાનાં રંગપર (બેલા) ગામે આવેલ સીરામીક ફેક્ટરીમાં 10 ફૂટની ઊંચાઈએથી પડી...

મોરબી તાલુકાનાં રંગપર (બેલા) ગામે આવેલ સીરામીક ફેક્ટરીમાં 10 ફૂટની ઊંચાઈએથી પડી ગયેલા શ્રમિક યુવાનનું સારવાર દરમ્યાન મોત

બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ દાહોદ જિલ્લાના ટાંડા ગામના વતની હાલ મોરબી તાલુકાના રંગપર (બેલા) ગામ ખાતે ગ્રેવીટી સીરામીક કંપનીમાં કામ કરતા અને કંપનીની લેબર કોલોનીમાં રહેતા રમેશભાઈ ભુદરભાઈ ધુધ (ઉ.વ. ૩૨) ગત તા. ૧૭ માર્ચના રોજ કંપનીમાં ૧૦ ફૂટની ઉંચાઈએથી પડી જતા ઈજા થતા પ્રથમ તેને મોરબીની ખાનગી હોસ્પિટલ બાદ રાજકોટની ખાનગી હોસ્પિટલ ખાતે સારવારમાં દાખલ કરેલ હતા. ત્યારબાદ તેને તા. ૧૯ માર્ચના રોજ અમદાવાદની સિવીલ હોસ્પિટલ ખાતે ટ્રોમાં આઈસીયુમાં દાખલ કરેલ હતા. જ્યાં તેનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ એએસઆઈ આર. બી. વ્યાસ ચલાવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!