મોરબીના જાંબુડીયા ગામે કારખાનામાં કોલસાના ઢગલામા સુતેલ યુવાન લોડરના બકેટમાં આવી ચડતા ગંભીર ઇજા થઈ હતું જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
અપમૃત્યું અંગેના કેસની જાણવા મળતી વિગત અનુસાર મોરબી તાલુકાના જાંબુડીયા ગામેં આવેલ સહયોગ મીનરલ કારખાનામાં લોડર રજી નં. GJ-36-S-1936 ના ચાલક અતુલ રાયસીંગ બામણીયા બ્રેકેટમાં કોલસો ભરી ઓપરમાં નાખતા હતા આ દરમિયાન આનંદ નાયક નામનો યુવાન કોલસાના ઢગલાંમા સુતો હતો જે લોડર ચાલકને ધ્યાને ન આવતા ઢગલો લોડર ચાલકે ઓપરમાં નાખવા માટે બ્રેકેટમાં ભરતા યુવાન પણ લોડરના બ્રેકેટના હડફેટે આવી ગયો હતો જેને લઈને યુવાનને શરીરે ગંભીર ઇજા થવા પામી હતી. જે અંગે જાણ થતાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યા સારવાર દમરિયાન તેનું મોત નીપજ્યું હોવાનું ફરજ પરના તબીબે જણાવ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતા બહાદુર કિશોર નાયક નામના પરપ્રાંતીય યુવાને લોડર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે અપમૃત્યુના કેસની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર મોરબીના આનંદનગરની બાજુમાં આવેલ ગુલાબનગરમાં રહેતા મીનાબેન સુખદેવભાઇ ઉર્ફે સુખાભાઇ વીકાણી નામના ૩૮ વર્ષીય પરિણીતાએ કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે પંખામાં ચુંદડી વડે ગળે ફાસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરી લીધો હતો જેમાં તેનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું. આથી પોલીસને જાણ કરાતા પોલિસે મૃતદેહનો કબ્જો સાંભળી પોસ્ટ પોર્ટમ અર્થે ખસેડવા સહિતની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ ચલાવી રહી છે.