Thursday, April 25, 2024
HomeGujaratમોરબી, વાંકાનેર તાલુકામાંથી દારૂ સાથે બે ઈસમો પકડાયા

મોરબી, વાંકાનેર તાલુકામાંથી દારૂ સાથે બે ઈસમો પકડાયા

મોરબી પંથકમા દારૂ અંગેના બે દરોડમાં બે શખ્સો 14 બોટલ દારૂ સાથે ઝડપાયા હતા જેને લઈને પોલીસે બનેંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
- Advertisement -

જાણવા મળતી વિગત અનુસાર મોરબી તાલુકાના પીપળી જેતપર રોડ પર બેલા ગામ નજીકથી નીકળેલ મેઘરાજસિંહ મહેન્દ્રસિંહ સરવૈયા નામના ૨૫ વર્ષીય શખ્સને અટકાવી પોલીસે તલાશી લેતા તેના કબ્જામાંથી મેકડોવેલ્સ નં.૦૧ રીસર્વ વ્હીસ્કીની 2400 રૂપિયાની કિંમતની ૮ બોટલનો જથ્થો ઝડપાયો હતો આથી પોલિસે મેઘરાજસિંહની અટકાયત કરી તેની વિરુદ્ધ પ્રોહી. એકટ કલમ-૬૫(એ)(એ), ૧૧૬(બી)મુજબ કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે પ્રોહીબિશન અંગેના વધુ એક કેસની વાંકાનેર તાલુકા પોલિસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર વાંકાનેરના માટેલ રોડ રેસી સીરામીક પાસેથી હીરો સ્પ્લેન્ડર પ્લસ મો.સા. રજી નંબર-GJ-13-AE-6033 બાઈક લઈ નીકળેલ શખ્સને પોલીસે અટકાવ્યો હતો. આ દરમિયાન પ્રવીણભાઇ દેવાભાઇ ઉઘરેજા નામના ૨૫ વર્ષીય શખ્સની તલાશી લેતા તેના કબજામાંથી રોયલ જીનની 1800ની કિંમતની 6 બોટલ દારૂ નો જથ્થો મળી આવ્યો હતો જેને લઈને પોલીસે દારૂ, બાઈક સહિત રુપીયા-૨૬,૮૦૦નો મુદામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન ધારા હેઠળ કાર્યવાહી
હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!