Sunday, January 12, 2025
HomeGujaratમોરબી માળિયા હાઇવે પર રસનો ચિચોડો લઈને જઈ રહેલ યુવકને બેકાબુ ટ્રકે...

મોરબી માળિયા હાઇવે પર રસનો ચિચોડો લઈને જઈ રહેલ યુવકને બેકાબુ ટ્રકે કચડી નાખ્યો

મોરબીમાં નેશનલ હાઇવે રોડ પર ચિચોડો ચલાવતા યુવકને હરિકૂપા પેપરમીલની સામે એક પૂરપાટ ઝડપે દોડતા ટ્રકે અડફેટે લઈ લેતાં યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી-૨ વીશીપર અંદર ચાર ગોડાઉન સામે દાઉદભાઇ મિયાણાના ભાડાના મકાનમા રહેતા દરવસિંહ ઉર્ફે ધરવસિંહ શ્રી સોદાનસિંહ બાઘેલ ગઈકાલે સવારના સમયે પોતાના સાળાનાં દીકરા સાથે મોરબીથી માળીયા શેરડીનો રસ કાઢવાનો ચિચોડો લઇ જતા હતા. જે શેરડીનો ચિચોડો ફરિયાદીના સાળાનો દીકરો દેવેન્દ્રભાઇ ચલાવતો હતો અને ફરિયાદી સાઇડમા બેઠો હતો. ત્યારે માળીયા હાઇવે રોડ ગાળા ગામના પાટીયા નજીક હરિકૂપા પેપરમીલ પાસે સવારના આશરે સાડા આઠેક વાગ્યાના અરસામા પહોચતા મોરબી તરફથી પાછળથી એક અજાણયા ટ્રક ચાલકે પોતાના ટ્રકને પુર ઝડપે અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તેમ બેફીકરાયથી ચલાવી શેરડીના ચિચોડીને ઓવરટ્રેક કરી કાવુ મારતા શેરડીના ચિચોડોના આગળના ભાગે ભટકાડતા ફરિયાદી દરવસિંહ ઉર્ફે ધરવસિંહ સાઇડમા નિચે પટકાયા હતા. જયારે દેવેન્દ્રભાઇ કુદીને ટ્રકના ટાયરમા આવી જતા માથાના ભાગે ગંભીર ઇજા થતા તેનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જયારે ટ્રક ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ જતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!