મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં આવેલ સોરીસો સિરામિક ફેક્ટરીમાં એક યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. ઘટનાને પગલે પોલીસે અ. મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસ મથકમાંથી પ્રાપ્ત માહિતી મુજબ તા. ૨૮/૦૮ના રોજ રાત્રે લાલપર ગામની સીમમાં આવેલી સોરીસો સિરામિક ફેક્ટરીમાં રાજકુમાર રાજારામ જયસ્વાલ ઉવ. ૩૫એ કોઈ અકળ કારણસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ત્યારે મૃતદેહને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા, જે અંગે ફરજ ઉપરના ડોક્ટરે પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી. હાલ મૃત્યુના બનાવ અંગે પોલીસે અ.મોત દાખલ કરીને વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.