મોરબીમાં વધુ એક યુવકનું અકસ્માતે મોત નીપજ્યું છે. મળતી માહિતી અનુસાર, ઉચી માંડલ એકોલ્ડ સીરામિકની કોલોની માંડલ અને શનાળા વચ્ચે રહેતો મૂળ યુ.પી.નો લખનભાઈ ગેંદાલાલ અહીરવાર નામનો યુવક ગઈકાલે પોતાના ઘરે હતો. ત્યારે એકોલ્ડ સીરામિકની કોલોનીના ત્રીજા માળેથી અકસ્માતે પડી જતા તેને દિપકભાઈ ભીમાણી નામના શખ્સે તાત્કાલિક મોરબી સરકારી હોસ્પિટલ સારવારમાં ખસેડ્યો હતો. પરંતુ તેને પ્રાથમિક સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજતા ફરજ પર હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી છે.