Thursday, March 28, 2024
HomeGujaratમહિલા બિયર વેચતા ઝડપાઈ:મોરબીમાં નવલખી રોડ એપાર્ટમેન્ટમાંથી બીયરના ૩૦ ટીન સાથે મહિલાની...

મહિલા બિયર વેચતા ઝડપાઈ:મોરબીમાં નવલખી રોડ એપાર્ટમેન્ટમાંથી બીયરના ૩૦ ટીન સાથે મહિલાની ધરપકડ

મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા દારૂના ધંધાર્થીઓ ઉપર તૂટી પડવા આદેશ અપાતા જિલ્લાના તમામ પોલીસ મથકો દ્વારા દેશી-વિદેશી દારૂના ધંધાર્થીઓ ઉપર દરોડા પાડવામાં આવ્યા છે. જ્યાં ગઈકાલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમે નવલખી રોડ પાસે આવેલ એપાર્ટમેન્ટમાં બીયર વેચતી મહિલાને ઝડપી પાડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

મળતી માહિતી આનુસાર, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમને ગઈકાલે પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, નવલખી રોડ લાયન્સનગર શીવઆરાધના એપાર્ટમેન્ટ બ્લોક નં.૧૬ માં એક મહિલા બીયરનાં ટીનનું વેચાણ કરે છે. જે હકીકતના આધારે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મહિલા પોલીસકર્મીને સાથે રાખી સ્થળ પર રેઇડ કરી મરીયમબેન ઉર્ફે પીંકીબેન નજીરભાઇ જામ નામની મહિલાને ટ્યુબોર્ગ પ્રિમીયમ સ્ટ્રોંગ ક્લાસીક બીયરના રૂ.૩૦૦૦/-ની કિંમતના ૫૦૦ મિલી લીટરના ૩૦ ટીનના મુદ્દામાલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!