મોરબીનાં જામનગર –કચ્છ હાઇવે પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક યુવકની બોલેરો પીકઅપ ગાડી નાલામા ખાબકતા નાલામા નીચે કાદવ ધાસ અને પાણીમાં યુવકનું મોઢું ફસાઈ જતા તેનું મોત નીપજ્યું છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટના ઉપલેટાનાં ભાયાવદર ગામમાં આવેલ રમણીકભાઇ ગામીની વાડીમા રહેતા જગનસીંગ કડીયાભાઇ ભુરીયાનો નેનો ભાઈ બદનસીંગ કડીયાભાઇ ભુરીયા (રહે. હાલ આમરટણ ગામ સુરભી ગૈાશાળા તા.જી.મોરબી) પોતાની GJ-01-AU-8947 નંબરની બોલેરો પીકઅપ લઈ મોરબી તાલુકાના આમરણ ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે તેની ગાડી પુરઝડપે ચલાવી બોલેરો ગાડી આમરણ ગામથી આગળ જામનગર –કચ્છ હાઇવે રોડ ઉપર નાલામા પલ્ટી મરાવી દેતા નાલામા નીચે કાદવ ધાસ અને પાણી હોય જેથી પાણીમા નીચે પોતાનુ મોઢુ આવી જતા પાણી પી જતા યુવકનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ત્યારે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.