મોરબી તાલુકાના હરીપર ગામેં આવેલ એલીકા પેપરમીલ નામના કારખાનામાં રહેતો રોહિતભાઇ ફુલચંદભાઇ કેવટ નામનો ૧૯ વર્ષીય યુવાન કારખાના નજીકની કેનાલમાં નાહવા ગયો હતો એક વેળાએ તે પાણીમાં ડુબવા લાગ્યો હતો જેના બચવા માટેના પ્રયાસો નિષ્ફળ જતા અંતે પાણીમાં ડુબી જવાથી મોત નીપજ્યું હતું.જે અંગે પોલીસને જાણ કરતા મોરબી તાલુકા પોલીસે અપમૃત્યુની નોંધ કરી કાર્યવાહી આગળ ધપાવી છે.
મોરબીની પરિણીતાએ ડેટોલ લીકવીડ પી લેતા સારવાર અર્થે ખસેડાઇ
મોરબીના શનાળા રોડ પર આવેલ પી.જી.કલોક સોસાયટીમાં રહેતા ધારાબેન દિવ્યેશભાઇ ધુમલીયા નામના ૩૩ વર્ષીય પરિણીતાએ ઘરે ડેટોલ લીકવીડ પી લીધું હતું જેની ગંભીર અસર થતા તાત્કાલિક આરવાર અર્થે મોરબી ની મંગલમ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ તેણીની તબિયત સ્થિર હોવાનું જાહેર થયું છે ઉલ્લેખનીય છે કે દર્દીનો લગ્નગાળો ૩ મહીનાનો હોવાનું પોલીસ સમક્ષ જાહેર થયું છે.