Sunday, May 5, 2024
HomeGujaratમોરબીની ગજાનંદપાર્ક સોસાયટીમાંથી 101 બોટલ દારૂ સાથે એક ઈસમ પકડાયો

મોરબીની ગજાનંદપાર્ક સોસાયટીમાંથી 101 બોટલ દારૂ સાથે એક ઈસમ પકડાયો

મોરબી તાલુકાના પીપળીરોડ પર આવેલ ગંજાનંદપાર્ક સોસાયટી ખાતેના રહેણાંક મકાનમાં વિદેશી દારૂના જથ્થાની બાતમીને પગલે પોલીસે રેઇડ પાડી ૧૦૧ બોટલ દારૂ સાથે એક આરોપીને ઝડપી લીધો હતો.

- Advertisement -
- Advertisement -

મોરબીના ગજાનંદ પાર્ક સોસાયટીમાં રહેતો મહાવીરસિંહ મહેન્દ્રસિંહ ઉર્ફે પપ્પુભા વાઘેલા પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદે વિદેશીદારૂના જથ્થાનો સંગ્રહ કરી વેચાણ કરતો હોવાની પોલીસને બાતમી મળતા પોલીસે રેઇડ પાડી હતી. જે રેઇડ દરમિયાન આરોપી ના મકાનમાં સંતાડેલ રૂપિયા 30,300ની કિંમતની ૧૦૧ બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. જેને પગલે આરોપીને દબોચી લઈ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોધાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!