બનાવની હળવદ પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના સરા નાકા પાસે આવેલ રામદુત ટ્રેડર્સ દુકાનમાં નોકરી કરતો મનોજભાઇ નરશીભાઇ પટેલ (ઉ.વ.૩૦ રહે. ક્રિષ્નાપાર્ક હળવદ) નામક યુવાન ગત તા.૧૦ ના રોજ બપોરના સમયે પોતાની દુકાનેથી ગામની બીજી દુકાનોમા પૈસાની ઉઘરાણી એ જવાનુ કહી નીકળ્યો હતો. પરંતુ આ દુકાને ઉઘરાણુ કરીને આ યુવાન આજદિન સુધી પરત આવ્યો નથી. આથી આ બનાવ અંગે અશ્વિનભાઇ નરશીભાઇ પટેલ (ઉ.વ.૩૪ ધંધો.નોકરી રહે.આનંદ બંગ્લો રાણેકપર રોડ હળવદ) એ હળવદ પોલીસ મથકે ગુમસુદા નોંધાવી છે. હળવદ પોલીસે આ બનાવની નોંધ કરીને ગુમ થયેલા યુવાનની શોધખોળ કરવા વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે.