અકસ્માતના આ બનાવની મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત અનુસાર મોરબીના ઈન્દિરાનગર, મોમાઈ કીરાણા સ્ટોરની બાજુમા રહેતા ચેતનભાઈ નરશીભાઈ જીતીયા ગત તા.૧૫ ના રોજ જુના ઘુંટુ રોડ ઉપર ગોપાલ કાંટા સામે આવેલ જાહેર રોડ પોતાના જીજે-૩૬-ક્યુ-૮૭૬૯ નંબરના બાઈક લઈને જતા હતા. ત્યારે જુના ઘુંટુ રોડ ઉપર ગોપાલ કાંટા પાસે ટ્રક નં. જીજે-૧૨-ઝેડ-૨૫૨૬ ના ચાલકે પોતાની ટ્રક સ્પીડમા ગોપાલ કાંટા તરફ એકદમ બેફીકરાઈથી ચાલવી આ બાઇકને હડફેટે લઈ લેતા બાઈક ચાલક યુવાનને મોઢાના ઝડબાના ભાગે ફેકચર તથા માથામા તેમજ હાથમા ઈજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે ઇજાગ્રસ્તના ભાઈ મુકેશભાઈ નરશીભાઈ જીતીયાએ આરોપી ટ્રક ચાલક સામે અકસ્માતની ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવની ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.