મોરબીમાં મારામારી અને અસામાજિક તત્વોના આતંકની ઘટનાઓ છાસવારે સામે આવી રહી છે. ત્યારે ગઈકાલે મોરબીમાં વિસામાની મેલડીમાતાના મંદિર પાસે જુના ઘુંટુ રોડ પર મિત્રો સાથે ઉભેલ એક યુવકને અમુક ઈસમોએ લાકડીઓ વડે ફટકાર્યો હતો. અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીનાં ત્રાજપર ચોરાવાળી શેરીમાં રહેતા દિપકભાઇ રમેશભાઇ સનુરા ગત તા-૨૬/૦૨/૨૦૨૩ ના બપોરના સમયે પોતાના મિત્રો સાથે વિસામાની મેલડીમાતાના મંદિર પાસે ઉભા હતા. તે સમયે ઉગાભાઇ જગુભાઇ અદગામા નામના શખ્સે સ્થળ પર ધસી આવી યુવકને ડાબા પગ પર લાકડી મારેલ હતો. જે બાદ જયારે ફરીયાદી બહાર જતો હતો. તે દરમિયાન વિઠ્ઠલભાઇ જીવણભાઇ અદગામા તથા અન્ય બે ઈસમોએ સ્થળ પર આવી ધમકી ફરિયાદી યુવકને માથાના ભાગે લાકડી મારેલ તથા ઢીકા પાટુનો માર મારેલ અને તે બાદ ચારેય આરોપીઓએ યુવકને અપશબ્દો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.