માળીયા(મી) તાલુકાના મોટા દહીંસરા ગામના યુવકે ભચાઉ તાલુકાના જંગી ગામના શખ્સ પાસેથી રૂપિયા ઉછીના લીધા હતા. ઉછીના લીધેલા રૂપિયાની ઉઘરાણી બાબતે કોલ કરતા યુવાનને કહેલ કે હાલ રૂપિયાની સગવડ નથી ત્યારે મોટા દહીંસરા રાત્રીના યુવાનના ઘરે આવી જેમ ફાવે તેમ ગાળો આપી યુવાનને માથામાં હોકીની ઘા ફટકારતા યુવક ઈજાગ્રસ્ત થતા મોરબી સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો ત્યારે માળીયા(મી) પોલીસમાં યુવકની ફરિયાદના આધારે પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી ધોરણસરની ક્ષર્યવાહી હાથ ધરી છે.
બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર માળીયા(મી)ના મોટા દહીંસરા ગામે રહેતા પ્રકાશભાઈ કુંવરજીભાઇ સોમાણીએ માળીયા(મી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે ભચાઉ તાલુકાના જંગી ગામના શૈલેષભાઇ ભરતભાઈ સોની પાસેથી બે વર્ષ પહેલા રૂપિયાની જરૂર હોવાથી રૂ.દસ હજાર ઉછીના લીધા હતા. જે રૂપિયાની ઉઘરાણી બાબતે પ્રકાશભાઈને ફોન કરી આરોપી શૈલેષભાઈએ દસ હજાર આપવાનું કહેતા હાલ રૂપિયાની સગવડ નથી તેમ કહેતા શૈલેષભાઈએ કહ્યું હું તારા ઘરે આવું છું તે કહી ફોન કાપી નાખ્યો હતો.
ત્યારબાદ ગઈ તા. ૨૩/૦૨ ના રાત્રીના આરોપી શૈલેષભાઇ ભરતભાઈ સોની તથા બીગાભાઇ સોની તેમજ એક અજાણ્યો શખ્સ મોટા દહીંસરા પ્રકાશભાઇના ઘરે આવીને ઉછીના આપેલ રૂપિયાની ઉઘરાણી કરતા સગવડ થાયે રૂપિયા આપવાનું કહેતા આરોપી શૈલેષભાઇ તથા સાથે આવેલ બંને શખ્સો દ્વારા એકદમ ઉશ્કેરાઈ જઈ પ્રકાશભાઈને બેફામ ગાળો આપી આરોપી શૈલેષભાઈએ તેની પાસે રહેલ હોકી જેવા હથિયારથી માથામાં એક ઘા ફટકાર્યો હતો. જેથી પ્રકાશભાઇના પિતા તથા તેમની પત્ની દ્વારા વચ્ચે પડી વધુ માર મારતા રોકતા આરોપી ત્રણેય શખ્સો ત્યાંથી ભાગી ગયા હતા. ત્યારે પ્રકાશભાઈને સારવારમાં મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડતા જ્યાં તેઓને માથામાં આઠ ટાકા આવ્યા હતા. જે મુજબની ફરિયાદના આધારે માળીયા(મી) પોલીસે આરોપી ત્રણેય શખ્સો સામે આઇપીસી કલમ તથા જીપીએક્ટ હેઠળ ગુનો નોંધી તપાસની તજવીજ હાથ ધરી છે.