Tuesday, October 27, 2026
HomeGujaratહળવદમાં સામાન્ય બોલાચાલીનો ખાર રાખી યુવકને પાઈપથી માર માર્યો

હળવદમાં સામાન્ય બોલાચાલીનો ખાર રાખી યુવકને પાઈપથી માર માર્યો

હળવદમાં ભાઈ સાથે પાણીની બોટલ બાબતે થયેલી સામાન્ય બોલાચાલીનો ખાર રાખી યુવક ઉપર પાઈપથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગેની ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો મુજબ, હળવદના દંતેશ્વર દરવાજા અંદર રહેતા ધ્યેયભાઈ સુરેશભાઈ કણઝરીયા ઉવ.૨૦ ગત તા.૨૫/૧૦ના રોજ રેલવે સ્ટેશન રોડ પર બેંક ઓફ બરોડા પાસે આવેલી યશ પાનની દુકાને ગયા હતા ત્યારે આરોપી વિષ્ણુ દેવાભાઈ ઝાપડા રહે. કરાંચી કોલોની હળવદ વાળાએ ગાળો આપી કારમાંથી પાઈપ કાઢી તેમના પર હુમલો કર્યો હતો. હુમલામાં યુવકને મુંઢ ઈજાઓ થતાં સરકારી હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. જે અંગેની નોંધાવેલ ફરિયાદ મુજબ, ધ્યેયભાઈના ભાઈ ભાવિક સાથે પાણીની બોટલ બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખીને હુમલો કરાયો હોવા અંગે હળવદ પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે, હાલ આ મામલે હળવદ પોલીસે આરોપી વિષ્ણુ દેવાભાઈ ઝાપડા સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ તથા જીપી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!