Friday, December 27, 2024
HomeGujaratહળવદના સાપકડા ગામે આઇશર નીચે સુતેલા યુવાનને ચાલકે કચડી નાખતા મોત

હળવદના સાપકડા ગામે આઇશર નીચે સુતેલા યુવાનને ચાલકે કચડી નાખતા મોત

હળવદ તાલુકાના સાપકડા ગામના પાદરમાં આઇશર નીચે સુતેલા યુવાનને આઈસર ચાલકે ચગડી નાખતા યુવાનનું કરુંણ મોત નીપજ્યું હતું જેને લઈને મૃતકના સબંધીએ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

આ અંગે પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર સાપકડા ગામે આઇશર રજી નં. GJ-3-AT-3047 નીચે શાયરભાઇ બાબુભાઇ લકુમ (ઉ.વ.૪૫) આરામ ફરમાવી રહ્યા હતા આ દરમિયાન ટ્રક આઈસર ના ચાલક વિજયભાઇ બાબુભાઇ લકુમ (રહે. રાજકોટ ભારતનગર)એ જોયા વગર આઇશર ચલાવતા ગાડી નીચે સુતેલ શાયરભાઇ બાબુભાઇ લકુમ આઇશરના વ્હીલમાં ચગદાઇ જતા માથામાં અને શરીરે ગંભીર ઇજા થતા તેનું મોત નીપજ્યું હતું. જેને પગલે મૃતકના પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.અકસ્માત બાદ આઈસર ચાલક નાશી છૂટતા ગોપાલભાઇ લખમણભાઇ લકુમેં પોલીસ ફરિયાદ નોંધાવતા હળવદ પોલિસે કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!