Saturday, September 26, 2026
HomeGujaratમહેન્દ્રનગર ચોકડી પાસે બાઈક સ્લીપ થતાં ઈજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત

મહેન્દ્રનગર ચોકડી પાસે બાઈક સ્લીપ થતાં ઈજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત

મોરબી-૨માં મહેન્દ્રનગર ચોકડી પાસે ૧૨ સપ્ટેમ્બરની રાત્રે બાઈક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલા ૩૬ વર્ષીય યુવકનું રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. મૃત્યુના બનાવ અંગે બી ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી સીટી બી ડિવિઝન પોલીસમાં નોંધાયેલી વિગતો મુજબ, દિપકભાઈ નરશીભાઈ મામૈયા ઉવ.૩૬ હાલ કુબેરનગર ભગવતી પાર્ક પાસે વાવડી રોડ મોરબી તથા મૂળ ઢોકળવા ગામ તા. ચોટીલા વાળા તા. ૧૨/૦૯/૨૦૨૬ના રાત્રિના આશરે ત્રણ વાગ્યે પોતાનું મોટરસાયકલ નં. જીજે-૦૪-બીએસ-૦૪૪૪ લઈને ઘરે જતા હતા. દરમિયાન મહેન્દ્રનગર ચોકડી પાસે ક્રાંતિ જ્યોત પાર્ક સામે બાઈક સ્લીપ થતાં માથાના ભાગે ઈજા થઈ હતી. તેમને રાજકોટની દોશી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસે અ.મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!