મોરબીમાં મજૂરી કામ કરતા ઉત્તરપ્રદેશના એક યુવકે કારખાનામાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. જેને લઈ પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશનો કબ્જો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના શ્રીજી એસ્ટેટ સૌરાષ્ટ્ર ટ્રાન્સપોર્ટની સામે પ્લોટ નં-૯૯ SBM એન્ટરપ્રાઇજ શક્ત શનાળા ખાતે રહેતા મુળ ઉત્તરપ્રદેશના પંકુભાઇ પરશુરામ નિશાદ નામના યુવકે ગત તા.૦૬/૦૫/૨૩ નાં રોજ પોતાની જાતે કારખાનામાં ગળે ફાંસો ખાઇ જતા પરશુરામ ગંગારામ નિશાદ નામના મજુરે સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. જેને લઈ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશનો કબ્જો મેળવી સમગ્ર મામલે અકાળે મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


 
                                    






