બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના જોન્સનગર વિસ્તારમાં રહેતો હનીફભાઈ હસનભાઇ પઠાણ (ઉ.વ.30) કુદરતી હાજતે મોરબીના પાડા પુલ નીચે આવેલ નદીના પટ વિસ્તારમાં ગયો હતો. તે દરમ્યાન આ યુવાનને ત્યાંથી ઝેરી જનાવર કરડી જવાથી ગંભીર હાલતમાં સારવારમાં પ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં મોરબી બી ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.