મોરબીના થોરાળા ગામની સીમમાં આવેલ વૈભવ પોલીપેલ કારખાનમાં રહેતા રામનારાયણ લાલજી વર્મા નામનો યુવક ગત તા.૦૮/૦૩/૨૦૨૩ ના રોજ મોરબી ખાનપર રોડ ઉપર થોરાળા ગામના પાટીયા પાસે થોરાળા ગામ તરફ જતા રોડ ઉપર આવેલ નાલા પાસેથી પોતાની મોટર સાઇકલ ઉપર પસાર થઈ રહ્યો હતો. ત્યારે અચાનક મોટર સાઇકલ આડૂ કુતરૂ આવી જતા મોટર સાઈકલમાંથી પડી જતા ડાબા પગમાં ઇજા થયેલ તથા માથામાં ગંભીર ઇજા થતા તેને તાત્કાલિક સારવારમાં મોરબી સરકારી હોસ્પીટલ ખાતે પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી વધુ સારવાર માટે મોરબી આયુષ હોસ્પીટલ સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત નાજુક જણાતા તેને વધુ સારવાર માટે અમદાવાદ સીવીલ હોસ્પીટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ચાલુ સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું. જેને લઈ ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરવામાં આવી છે.