મળતી માહિતી અનુસાર મોરબી તાલુકાના મકનસર ગામે રહેતા અમૃતભાઇ સિદ્ધરાજભાઇ જીંજુવાડીયા ઉવ.૩૫ એ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે મૃતક અમૃતભાઈની ડેડબોડી મોરબીની સરકારી હોસ્પિટલે તેના ભાઇ જીજ્ઞેશભાઇ મો.નં ૯૮૨૫૬૭૨૮૦૬ વાળા લાવતા મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.