Sunday, December 22, 2024
HomeGujaratમોરબીનાં ખારેચીયા ગામે પુરપાટ ઝડપે જતી ટ્રકે ટ્રેકટર સાથે અકસ્માત સર્જતાં યુવકનું...

મોરબીનાં ખારેચીયા ગામે પુરપાટ ઝડપે જતી ટ્રકે ટ્રેકટર સાથે અકસ્માત સર્જતાં યુવકનું મોત

મોરબી તાલુકાનાં ખારેચીયા ગામે અકસ્માત થયાની ઘટના સામે આવી છે. જેમાં ટ્રકનાં ચાલકે પૂરઝડપે પોતાનું ટ્રક ટેન્કર ચલાવી જુના ખારેચીયા ગામના પાટીયા પાસે આવેલ ડ્રાયવઝન પાસે આમરણ નજીક એક ટ્રેકટરને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જયારે આરોપી ટ્રક ટેન્કર ચાલક ટ્રક મૂકી નાસી છૂટયો હતો…

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ,ગાયકલે 15/08/2023ના સવારના આશરે સાતેક વાગ્યાની આસપાસ જુના ખારેચીયા ગામના પાટીયા પાસે GJ-12-BW-7159 નંબરનાં ટ્રક ટેન્કરનાં ચાલકે પોતાના હવાલા વાળું ટ્રક ટ્રેન્કર રોડ ઉપર પુરઝડપે અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે બેફકરાઇથી બેદરકારી રીતે ચલાવી આગળ જતા માનસિંહ ધુલીયાભાઇ મેહડાનાં GJ-36-R-6036 નંબરનાં ટ્રેકટરના પાછળના સાંતીડા સાથે ઠોકર મારી વાહન અકસ્માત કરી ટ્રેકટરના સાંતીડા ઉપર બેઠેલ માનસિંહ મેહડા તથા ટ્રેકટરમાં સવાર લોકોને રોડ ઉપર પછાડી દઇ ત્યાં ટ્રક ટેન્કર મૂકી નાશી છૂટયો હતો. જે અક્સ્માતમાં ટ્રક ટેન્કરના ડ્રાઇવર માનસિંહ ધુલીયાભાઇ મેહડા સાઇડના વ્હિલ નીચે કચડી નાખતા સ્થળ ઉપર જ માનસિંહ મેહડાનું મોત નિપજયુ હતું. જ્યારે અન્ય લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. જયારે આરોપી પોતાનું ટ્રક ટેન્કર સ્થળ ઉપર મુકી નાશી છૂટતા પોલીસ દ્વારા ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે..

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!