Saturday, May 18, 2024
HomeGujaratવાંકાનેરનાં લીંમડા ચોક પાસે રીક્ષાએ બાઇકને લીધી હડફેટે : બાઈક ચાલક ઘવાયો

વાંકાનેરનાં લીંમડા ચોક પાસે રીક્ષાએ બાઇકને લીધી હડફેટે : બાઈક ચાલક ઘવાયો

વાંકાનેરમાં માર્ગ અક્સમાતની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં પુરપાટ ઝડપે જતી એક રિક્ષાએ લીંમડા ચોક પાસે બાઇકને હડફેટે લેતા બાઈક ચાલક ઘવાયો હતો. જયારે આરોપી અકસ્માત સર્જી ફરાર થઈ જતા સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગઈકાલે સાંજના સમયે વાંકાનેરનાં હરિપાર્ક સોસાયટી જાંજર સીનેમા પાછળ રહેતા પ્રકાશભાઈ દેવશીભાઇ ધરોડીયા નામના વેપારી પોતાની મોટરસાઈકલ લઇ જતા હતા. ત્યારે જીજે-૩૬-યુ-૩૩૫૦ નંબરની રીક્ષાનાં ચાલકે પોતાની રીક્ષા પુરઝડપે અને બેફીકરાઇથી માણસની જીંદગી જોખમાય તે રીતે ચલાવી વેપારીના મોટરસાઈકલ સાથે ભટકાડી દેતા ફરિયાદ મોટરસાઈકલ સાથે ફંગોળાઈ રોડ ઉપર પડી જતા તેઓને ડાબા પગે અંગુઠાના ભાગે ઈજા પહોંચી હતી. જયારે આરોપી રીક્ષા સાથે નાશી જતા સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!