હળવદ પોલીસ ટીમ વાહન ચેકીંગ કામગીરીમાં હળવદ બાયપાસ ત્રણ રસ્તા નજીક કાર્યરત હોય તે દરમિયાન ધ્રાંગધ્રા તરફથી આવતા સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજી. નં. જીજે-૩૬-એજી-૪૧૮૯ વાળાને રોકી મોટર સાયકલના સાઈડ-થેલામાં ચેક કરતા વિદેશી દારૂની એક બોટલ કિ.રૂ.૫૬૨/-મળી આવી હતી, જેથી આરોપી મુકેશભાઈ લાલજીભાઈ દઢાણીયા ઉવ.૩૦ રહે.રણછોડગઢ તા.હળવદ વાળાની સ્થળ ઉપરથી ધરપકડ કરી હતી, હાલ પોલીસે મોટર સાયકલ તથા વિદેશી દારૂની એક બોટલ સહિત ૩૦,૫૬૨/- નો મુદ્દામાલ કબ્જે લઈને આરોપુ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી છે.