મોરબી : મોરબી તાલુકાના અમરેલી ગામે ધક્કો મારવા બાબતે યુવાનને ત્રણ શખ્સોએ માર મારતા આ બનાવ પોલીસ મથકે પહોંચેલ છે. આ બનાવ અંગે યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરેલ છે.
મોરબી તાલુકા પોલીસ મથકમાંથી આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના અમરેલી ગમે રહેતા ભાવેશભાઇ ધિરુભાઇ ઝિંઝુવાડીયા (ઉ.વ 22)એ આરોપી સંજયભાઇ મનસુખભાઇ ગડેસીયા, દીલીપભાઇ મનસુખભાઇ ગડેસીયા અને મહેશભાઇ મનસુખભાઇ ગડેસીયા (રહે ત્રણેય અમરેલી ગામ વાળા) સામે ફરિયાદ નોંધાવેલ કે આરોપીએ ધક્કો મારતા ફરિયાદએ પૂછ્યું હતું કે મને કેમ ધક્કો માર્યો તેમ કહેતા આરોપીઓ સંજયભાઇ મનસુખભાઇ ગડેસીયા, દીલીપભાઇ મનસુખભાઇ ગડેસીયા અને મહેશભાઇ મનસુખભાઇ ગડેસીયા ફરિયાદીને ઢીકાપાટુંનો માર મારી લાકડાના ધોકા વડે માર મારી ઇજાઓ પહોંચાડી હતી. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.