પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગાંધીનગર તથા પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ દ્વારા પ્રોહી-જુગારના કેશો શોધી કાઢવા અંગે સ્પેશીયલ ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અન્વયે મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ અટકાવવા મોરબી જિલ્લા પોલીસને સૂચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમે દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટિમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓએ વીસીપરા મેન રોડ ઉપર શંકાસ્પદ જણાતા નિઝામભાઇ યુનુસભાઇ દાવલીયા નામના શખ્સને રોકી તેને તપાસતા તેની પાસેથી ભારતીય બનાવટની વિદેશી ઇંગ્લીશ દારૂની COUNTY CLUB DELUXE WHISKY લખેલ કાચની શીલપેક રૂ.૯૦૦/- ની કિંમતની ૦૩ બોટલ મળી આવતા પોલીસે વેચાણ કરવાના ઇરાદે લાવેલ દારૂના મુદામાલ સાથે નિઝામભાઇ યુનુસભાઇ દાવલીયા નામના શખ્સની અટકાયત કરી હતી.


 
                                    






