મોરબીના હળવદ તાલુકાના ચરડવા ગામ ના રહેવાસી અને માળીયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામે લુહારી કામ ને લાગતી વસ્તુ વેંચવા ગયેલ પરિવાર ની અધી વર્ષની બાળકી નુ અપહરણ થયાનો બનાવ સામે આવ્યો છે.
જેની વિગત મુજબ આ પરિવાર ગત તા.૦૮ ના રોજ માળીયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામે ધંધાર્થે ગયેલ હોય કે દરમિયાન કોઈ અજાણ્યા ઇસમ દ્વારા અઢી વર્ષની બાળકી લક્ષ્મીબેન મેરાભાઈ મનજીભાઈ ચૌહાણનુ કોઈ અજાણ્યા ઇસમ દ્વારા અપહરણ કરી લઈ જતા માળીયા મી.પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી જેથી માળીયા મિયાણા પોલીસે બનાવ અંગે ફરિયાદ લઈ બાળકી ને શોધી કાઢવા વધુ તપાસ હાથ ધરી છે.