મોરબીમાં ગત તા.૩૧ ઓગસ્ટના રોજ સો ઓરડી વિસ્તારમાંથી એક સાથે બે બાળકીઓ ગુમ થતા ખળભળાટ મચી ગયો છે.
જેમાં વિગત મુજબ જોઈએ તો મોરબીના સમાકાંઠે આવેલ સો ઓરડી વિસ્તારમાં રહેતા પ્રતાપભાઈ લાલજીભાઇ મકવાણા એ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવી છે કે એમની બાળકી મહિમા મકવાણા (ઉ.વ.૧૫) અને પડોશી ની બાળકી સ્નેહા વિશાલભાઈ સિરોહિયા (ઉ.વ.૧૧) વાળી બન્ને છોકરીઓ ગત તા ૩૧ ના રોજ બપોરના સમયે ઘરેથી નીકળી હતી જે બાદ આજ દિન સુધી પરત ફરી નથી અને તેમની પરિવારજનો દ્વારા શોધખોળ કરતા મળી આવી ન હતી જેથી આ બન્ને બળકીઓનું અપહરણ થયું છે કે આપમેળે જતી રહેલ છે તે બન્ને દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.