Gsnp પ્લસ દ્વારા સ્વેતના પ્રોજેક્ટ ના ફિલ્ડ કો-ઓડીનેટર રાજેશ કે. લાલવાણી અને જીલ્લા આરોગ્ય અધિકારી ડો. જયેશભાઈ કતીરા, સિવીલ હોસ્પિટલના અધિક્ષક ડો. પ્રદીપ દુધરેજીયા, ડીટીઓ ડી. વી. બાવરવા ના માર્ગદર્શન હેઠળ દાતાશ્રી રાઘવજીભાઈ ગડારા (પૂર્વ પ્રમુખ જીલ્લા ભાજપ) , આપાભાઈ કુંભારવાડીયા (ભાજપ સદસ્ય) , જગદીશભાઈ તુલસીયાણી (દરિયાલાલ ઈલેક્ટ્રોનિક), અને સંજયભાઈ તુલસીયાણી ના સહયોગ થી એએનસી, પીએનસી અને જનરલ કલ્યાઈટ ના એચઆઇવી પ્રોઝેટીવ દર્દીઓને ૧ કિલો મિઠાઈ, અને ૧ કિલો ફરસાણ ની ૮૦ જેટલી કીટો આપવામાં આવી હતી.
આ કીટો આપવામાં દિપકભાઈ મકવાણા (જીલ્લા સુપરવાઇઝર) , ગણપતભાઇ વાધેલા ( પ્રોજેક્ટ ઓફિસર), જીજ્ઞાસાબેન (એઆરટી મેડીકલ ઓફિસર) રાજેશભાઈ જાદવ (એઆરટી કાઉન્સિલર) દિપેશભાઈ મકવાણા, સહિત એઆરટી સેન્ટર ના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.